
- This event has passed.
બુદ્ધ પૂર્ણિમા મહોત્સવ_2025
May 10 @ 6:30 pm - 7:30 pm

ભગવાન બુદ્ધની ૨૫૬૯મી જન્મજયંતી પર બૌદ્ધ ઉપાસક ઉપાસિકા સંઘ રાજકોટ દ્વારા “ઇન્ટરનેશનલ બુદ્ધિસ્ટ ફેસ્ટિવલ” ઉદ્ઘાટન કરાયું. બૌદ્ધ ઉપાસક ઉપાસિકા સંઘ દ્વારા વૈશાખી બુધ્ધ પૂર્ણિમા મહોત્સવ અંતર્ગત પ્રથમ દિવસે “સર્વધર્મ સમન્વય સમારોહ” નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ ધર્મના ધર્મગુરુઓ અને ધાર્મિક પ્રતિનિધિઓ દ્વારા ધમ્મ ધ્વજા લહેરાવીને તેમજ બુધ્ધ ધમ્મ દર્શન પ્રદર્શની ખુલ્લી મૂકવામાં આવી હતી. ઇન્ટરનેશનલ બુદ્ધિસ્ટ ફેસ્ટિવલના છેલ્લા દિવસે સાંજે ધમ્મ દેશનાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સાથે એલઈડી સ્ક્રીન મારફતે ભગવાન બુદ્ધની ડોક્યુમેન્ટરી બતાવવામાં આવી હતી.